Sunday 18 July 2021

#

digilocker શું છે અને ફાયદા

શું છે DigiLocker?



CBSEના પરિણામો 2021 DigiLockerમાં ઉપલબ્ધ હશે. ડિજિલોકર અકાઉન્ટમાં લોગીન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ, પાસ સર્ટિફિકેટ, માઈગ્રેશન સર્ટિફિકેટ અને સ્કિલ સર્ટિફિકેટ જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ મેળવી શકશે. જણાવી દઈએ કે વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિના આધારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે CBSE 31 જુલાઈ સુધી પરિણામો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વિદ્યાર્થીના ડિજિલોકર એકાઉન્ટમાં મોકલવામાં આવશે.

ડિજિલોકર ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રોને જમા કરવાનું, શેર કરવાનું અને સત્યાપન કરવા માટેનું એક સુરક્ષિત કલાઉડ આધારિત પ્લેટફોર્મ છે, અહીં એકાઉન્ટ બનાવવા માટે આ તબક્કામાં પ્રોસેસ કરવાની રહે છે




સરકારી ડોક્યુમેન્ટ સિવાય શું કામનું છે?

કોઇ પણ પ્રકારના જરૂરી દસ્તાવેજ અપલોડ કરી શકાય છે. જેમકે, ટેક્સના દસ્તાવેજ, જૂની માર્ક્સશીટ, પ્રોપર્ટીના કાગળો, એટલે કે કોઇ પણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરીને સુરક્ષિત રાખી શકો છો.

આ રીતે બનાવો એકાઉન્ટ



https://accounts.digitallocker.gov.in/signup/smart_v2/4f0bc1fe0b88eb43709d3a23143cf28f પર ક્લિક કરો,

આધાર કાર્ડ મુજબ પોતાનું નામ એન્ટર કરો ,

આધાર કાર્ડ મુજબ પોતાની જન્મ તારીખ એન્ટર કરો,

પોતાની જાતિ (Gender -સ્ત્રી/પુરુષ)નો ઉલ્લેખ કરો,

પોતાનો મોબાઈલ નંબર એડ કરો,

6 આંકડાનો Security Pin નંબર સેટ કરો,

પોતાનું ઈ-મેઈલ આઈડી નાખો,

પોતાનું આધાર કાર્ડ નંબર નાખો,

વિવરણ લખો

એક Username સેટ કરો,

ડિજિલોકર અકાઉંટ બની ગયા બાદ 'ડોક્યુમેન્ટ બ્રાઉઝ કરો' પર ક્લિક કરો અને પોતાની બોર્ડની પરીક્ષાના ડોક્યુમેન્ટ મેળવવા માટે પોતાનો બોર્ડનો નંબર એન્ટર કરો.

અત્યાર સુધીમાં ડિજિલોકરમાં 210થી વધુ પ્રકારના ડિજિટલ ડોક્યુમેન્ટ છે, અત્યારસુધીમાં 67.06 મિલિયન રજીસ્ટર્ડ યુઝર્સ છે અને તેમને 4.32 બિલિયન જેટલા ડોક્યુમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.


No comments:

Post a Comment

hindijokesjunction